દેશમાં કોરોનાના દર્દીઓ 37 હજારને પાર, 24 કલાકમાં આવ્યાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેના  કારણે સરકારે લોકડાઉન 2.0 ખતમ થતા પહેલા જ લોકડાઉન 3.0ની જાહેરાત કરી દીધી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 37000ને પાર ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2293 નવા કેસ સામે આવ્યાં છે. જે અત્યાર સુધીના એક દિવસમાં જોવા મળેલા કેસમાં સૌથી વધુ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 71 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 
દેશમાં કોરોનાના દર્દીઓ 37 હજારને પાર, 24 કલાકમાં આવ્યાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેના  કારણે સરકારે લોકડાઉન 2.0 ખતમ થતા પહેલા જ લોકડાઉન 3.0ની જાહેરાત કરી દીધી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 37000ને પાર ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2293 નવા કેસ સામે આવ્યાં છે. જે અત્યાર સુધીના એક દિવસમાં જોવા મળેલા કેસમાં સૌથી વધુ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 71 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 37336 કેસ જોવા મળ્યાં છે. જ્યારે 9951 લોકો સાજા થયા છે. આ ઘાતક વાયરસના કારણે 1218 લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાહતના સમાચાર એ છે કે દર્દીઓના સાજા થવાની ઝડપ વધી રહી છે. હવે તેઓ 26.64 ટકાના દરથી રિકવર થઈ રહ્યાં છે. 

નોંધનીય છે કે કોરોનાના વધતા કેસોને જોતા દેશભરમાં ફરી એકવાર લોકડાઉન બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છ. હવે 17મી મે સુધી લોકડાઉન રહેશે. 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો ખતમ થઈ રહ્યો હતો. આ બાજુ  કોરોનાના સંક્રમણ પ્રમાણે દેશને ત્રણ ઝોનમાં વહેંચી દેવાયા છે. રેડ, ઓરેન્જ  અને ગ્રીન ઝોન. સરકારે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેટલીક રાહતો આપી છે. પરંતુ રેડ ઝોનમાં કડકાઈથી લોકડાઉનનું પાલન થશે. જો કે હવાઈ રેલ મેટ્રો સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે. 

જુઓ LIVE TV

આ બાજુ લોકડાઉનમાં ફસાયેલા મજૂરો અને વિદ્યાર્થીઓની સુરક્ષિત ઘર વાપસી માટે સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે પણ સરકારે હવે  લીલી ઝંડી આપી દીધી છે. દેશના અલગ અલગ શહેરોથી 6 ટ્રેનો દોડાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news